
બીજિંગ, 3 ઓગસ્ટ: આ વર્ષે ગરમીમાં ‘ચાઇના કૂલ’ શબ્દ વિદેશી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા વિદેશી પર્યટકો ગરમીથી બચવા માટે ચીન આવી રહ્યા છે. ઇનબાઉન્ડ પર્યટનનું આકર્ષણ વધતું જાય છે.
ચીનના અનેક પ્રદેશોના પર્યટન સ્થળોએ તેમના વિશિષ્ટ પર્યટન સંસાધનોના કારણે વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં સફળતા મળી છે. ઉદાહરણ તરીકે, હુનાન પ્રાંતના ચાંગચ્યાચેના સુંદર કુદરતી દૃશ્યો, ઠંડા હવામાન અને કાચના પુલ, રૉક ક્લાઇમ્બિંગ અને ઝિપલાઇન જેવી વિવિધ બાહ્ય પ્રવૃત્તિઓને કારણે ચાંગચ્યાચે વિદેશી પ્રવાસીઓમાં લોકપ્રિય વિકલ્પ બની ગયું છે.
આંકડાઓ અનુસાર, જુલાઈથી ચાંગચ્યાચે ગ્રાન્ડ કેન્યન પર્યટન સ્થળે પ્રવાસીઓની સરેરાશ દૈનિક સંખ્યા લગભગ 10,000 છે, જેમાં વિદેશી પ્રવાસીઓનો અંશ 50 ટકા કરતાં વધુ છે. વિદેશી પ્રવાસીઓને સુવિધા આપવા માટે પર્યટન સ્થળે બહુભાષી એઆઈ એજન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે 14 ભાષાઓમાં રિયલ-ટાઇમ વાતચીતને સમર્થન આપે છે.
ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં સ્થાનિક સંસ્કૃતિ વિશેષ છે. ગરમીની રજાઓમાં કાશગર જૂના શહેરના પર્યટન સ્થળે વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધી છે. કેટલાક સાંસ્કૃતિક વારસાના હસ્તકલા વર્કશોપ અને દુકાનોને ઘણા વિદેશી પ્રવાસીઓ આકર્ષિત કરી રહ્યા છે.
(સાભાર- ચાઇના મીડિયા ગ્રુપ, પેઇચિંગ)