ચીની પ્રધાનમંત્રીએ ક્વાંગશીનું નિરીક્ષણ કર્યું

બેજિંગ, 2 મે: ચીની પ્રધાનમંત્રીએ લી છ્યાંગે 29 એપ્રિલથી 1 મે સુધી ક્વાંગશી ચ્વાંગ સ્વાયત્ત પ્રદેશનું નિરીક્ષણ કર્યું. નાનનિંગ શહેરમાં, લી છ્યાંગે જળ સિંચાઈ જંકશન અને આકસ્મિક બચાવ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે જળ નેટવર્કનું નિર્માણ બાંધકામ અને આપત્તિ નિવારણ ક્ષમતાને સુધારવા માટે મહત્વપૂર્ણ છે. આ સાથે જળ સંસાધનોનું વિતરણ સુગમ બનાવવું અને રાષ્ટ્રીય જળ સુરક્ષાનું રક્ષણ કરવું પણ આવશ્યક છે. જળ નેટવર્કમાં પરિવહન, પર્યાવરણ સંરક્ષણ અને પર્યટન સહિતની અનેક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. જળ નેટવર્કના નિર્માણમાં ઝડપ લાવવા સાથે આંતરસંબંધ મજબૂત કરવો જોઈએ.

છિનચો શહેરમાં, લી છ્યાંગે નહેરના નિર્માણ અંગે માહિતી મેળવી. તેમણે જણાવ્યું કે ફિંગલૂ નહેર દેશના પશ્ચિમ વિસ્તારમાં જમીન-સમુદ્ર નવા માર્ગનો મુખ્ય પ્રોજેક્ટ છે. નદી-સમુદ્ર અને જમીન-સમુદ્ર સંપર્કમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નહેર અને મોટા જંકશનનું ઉચ્ચ ગુણવત્તાવાળું નિર્માણ કરવું આવશ્યક છે, જેથી નક્કી કરેલા સમય અનુસાર નેવિગેશન ખૂલે. સ્વચાલિત કન્ટેનર ટર્મિનલના પ્રવાસ દરમિયાન, લી છ્યાંગે જણાવ્યું કે બંદર ખાતેની સંસ્થાઓનું નિર્માણ વધુ સારી રીતે કરવું અને બુદ્ધિશાળી સંચાલનના સ્તરને સુધારવું જોઈએ.

પેઈહાઈ શહેરમાં, લી છ્યાંગે પર્યાવરણ સંરક્ષણની માહિતી મેળવી. તેમણે જણાવ્યું કે જળ પર્યાવરણ સંરક્ષણ જળ નેટવર્કના નિર્માણનો મહત્વપૂર્ણ ભાગ છે. ચીનમાં જળ સંસાધનોનું વિતરણ અસમાન છે. મુખ્ય જળ મોંડી પ્રોજેક્ટનું સારી રીતે નિર્માણ કરીને જળ સંસાધનોના વિતરણની ક્ષમતા અને જળ પુરવઠાની ખાતરી કરવાની ક્ષમતા વધારવી જોઈએ.

(સાભાર- ચાઇના મીડિયા ગ્રુપ, બેજિંગ)

Leave a Comment