શી ચિનફિંગે બુલ્ગેરિયાના નવા રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા

બેજિંગ, નવેમ્બર 9: 6 નવેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે બુલ્ગેરિયાના નવા રાષ્ટ્રપતિ ઇલિયાના યોટોવા માટે અભિનંદન સંદેશ મોકલ્યો.

શી ચિનફિંગે જણાવ્યું કે, બુલ્ગેરિયા નવું ચીન સાથે રાજનૈતિક સંબંધ સ્થાપિત કરનાર વિશ્વનો બીજો દેશ છે. પરસ્પર આદર, સમાન વર્તન અને પરસ્પર લાભ બંને દેશોના સંબંધોની સ્પષ્ટ વિશેષતાઓ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના વિવિધ સ્તરો અને ક્ષેત્રોમાં આદાન-પ્રદાન અને સહકાર સ્થિર રીતે આગળ વધ્યો છે અને વ્યૂહાત્મક ભાગીદારીની આંતરિક સામગ્રી સતત સમૃદ્ધ થઈ રહી છે.

હું ચીન-બુલ્ગેરિયા સંબંધોના વિકાસને ખૂબ મહત્વ આપું છું અને રાષ્ટ્રપતિ યોટોવા સાથે મળીને પ્રયાસ કરવા, બંને દેશોને તેમના વિકાસ અને પુનરુદ્ધારના માર્ગ પર હાથમાં હાથ રાખીને આગળ વધવા, વધુ સકારાત્મક, વ્યાવસાયિક અને જીવંત દ્વિપક્ષીય સંબંધો બનાવવા અને બંને દેશોના લોકો માટે વધુ લાભ પહોંચાડવા માટે તૈયાર છું.

(સાભાર – ચાઇના મીડિયા ગ્રુપ, બેજિંગ)

Leave a Comment