
મુંબઈ, સપ્ટેમ્બર 8: સૌરાષ્ટ્રના આર્યન સવસાની અને હરિયાણાના તન્મય બલોડાને ઓસ્ટ્રેલિયા સામેની આવનારી ઘરેલુ શ્રેણી માટે ભારત અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સવસાનીને વન-ડે ટીમમાં અને બલોડાને ટેસ્ટ ટીમમાં રોહિત યાદવની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે.
રોહિત યાદવને ઓસ્ટ્રેલિયા 19 ટીમ સામેની વનડે અને મલ્ટી ડે ટૂર્નામેન્ટ માટે ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ ઉંમર સંબંધિત વિવાદના કારણે તેમને હટાવવામાં આવ્યા છે. રોહિતને રમતના તમામ ફોર્મેટમાં ભાગ લેવા માટે રોકવામાં આવ્યો છે. તેમના દસ્તાવેજોની તપાસમાં જન્મ-રેકોર્ડમાં મોટી ગડબડીઓ સામે આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે ત્રણ વનડે મેચ 18, 21 અને 23 સપ્ટેમ્બરે રમાશે. બે ચાર દિવસીય મેચ 27 થી 30 સપ્ટેમ્બર અને 5 થી 8 ઓક્ટોબર સુધી રમાશે. અમદાવાદમાં રમાનાર બીજા ચાર-દિવસીય મેચને છોડીને બાકીના બધા મેચ રાજકોટમાં થશે.
50 ઓવર ટીમના કૅપ્ટન ઉત્તરાખંડના બેટ્સમેન લક્ષ્ય રાયચંદાની હશે. મધ્ય પ્રદેશના બેટ્સમેન યશવર્ધન ચૌહાણ ઉપકૅપ્ટન છે. ચૌહાણને ચાર દિવસીય મેચો માટે કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. રેડ-બૉલમાં રાયચંદાની ઉપકૅપ્ટન છે.
ભારતના પૂર્વ સલામી બેટ્સમેન વિરેનદ્ર સહવાગના પુત્ર આર્યવીર સહવાગ અને પૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ પણ ભારતીય અંડર-19 ટીમનો ભાગ છે. બંને વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ છે.
વનડે મેચો માટે ભારતની અંડર-19 ટીમ: લક્ષ્ય રાયચંદાની (કૅપ્ટન), યશવર્ધન ચૌહાણ (ઉપકૅપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, શવિન વિનોદ, મોહિત ઉલ્વા, ચિગુરૂપતિ વેંકટ, કાવ્યા પટેલ, આર્યન સવસાની.
ચાર દિવસીય મેચો માટે ભારતીય ટીમ: યશવર્ધન ચૌહાણ (કૅપ્ટન), લક્ષ્ય રાયચંદાની (ઉપકૅપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણ (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), ઈશાન ઓમ, અયાન અક્રમ, પ્રણવ રાઘવન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા, આર્યન યાદવ, તન્મય બલોડા.