અમદાવાદ: એમ્સે 3200થી વધુ અરજીઓ બાદ ફેકલ્ટી પદોના પરિણામો જાહેર કર્યા

અમદાવાદ, 6 જુલાઈ: નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ)એ રવિવારે એમ્સ નવી દિલ્હી અને મેદાન ગઢી સ્થિત એમ્સ-સીએપીએફઆઈએમએસ (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) કેમ્પસમાં 50થી વધુ વિષયો માટે આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને પ્રોફેસર સુધીના 460થી વધુ ખાલી ફેકલ્ટી પદોના માટેની ભરતી પ્રક્રિયાના પરિણામો જાહેર કર્યા.

એમ્સ નવી દિલ્હી માટે 265 પદો અને એમ્સ-સીએપીએફઆઈએમએસ કેમ્પસ માટે 199 પદો માટે 3200થી વધુ ઉમેદવારોે અરજી કરી હતી. 6 મહિના સુધી ચાલેલી આ સમગ્ર પ્રક્રિયામાં ગોપનીયતા અને પારદર્શિતા જાળવવા માટે બ્લોક-ચેન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રક્રિયાની સંપૂર્ણ ઈમાનદારી સુનિશ્ચિત કરવા માટે માર્ક્સને વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી)નો ઉપયોગ કરીને ડિજિટલ રીતે લોક કરવામાં આવ્યું હતું.

સોફ્ટવેરે આ માર્ક્સ અને અગાઉથી નક્કી કરેલા એલ્ગોરિધમનો ઉપયોગ કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરી. તેમાં ટાઈ (બરાબર ગુણ)ની સ્થિતિને ઉકેલવા ઉપરાંત માનવીય દખલની કોઈ ભૂમિકા નહોતી. આથી ફાઇનલ પરિણામો ઝડપથી જાહેર કરવું પણ શક્ય બન્યું.

હાલના સમયની સૌથી મોટી ભરતીમાંની એક, આ ભરતી પ્રક્રિયા ફેકલ્ટીની ઉપલબ્ધતાને વધારશે, જેના કારણે એમ્સ અને એમ્સ-સીએપીએફઆઈએમએસને દર્દીઓની દેખરેખ, શિક્ષણ અને સંશોધનને સુધારવામાં મદદ મળશે.

–આઈએએમએસ

Leave a Comment